Saturday 5 August 2017

BUDGET બજેટ 2

Yuvirajsinh Jadeja:
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
💰💰💰BUDGET બજેટ💶💶💶
💡🔦💡🔦💡🔦💡🔦💡🔦💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯બજેટને મંજૂરી કેવી રીતે મળે છે🔰🔰
👉♦️બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .

🔘🔘🔘સામાન્ય ચર્ચા
બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .

સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ' લેખાનુદાન ' મેળવવામાં આવે છે .

ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .

🔘🔘વિગતવાર ચર્ચા🔰
આ વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે .
ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ આ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .
કોઇ પણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે

🎯ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ🔰🔰
1. ઇકોનોમી કટ
2. ટોકન કટ

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .
👉આ બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ.
👉ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯7 એપ્રિલ , 1860 - પ્રથમ બજેટની રજૂઆત👁‍🗨👁‍🗨👇👇

👉ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનો વહીવટ બ્રિટિશ રાજાને સોંપ્યાના બે વર્ષ બાદ પ્રથમ ભારતીય ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને આ બજેટ રજૂ કર્યું હતું .
🇮🇳🇮🇳આઝાદી બાદ
વચગાળાની સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48 માટેનું બજેટ રજૂ કર્યું હતું . આર કે શણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર , 1947 એ આઝાદ ભારતનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કર્યું હતું . ભારતમાં 1867 થી એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષનો અમલ , તે પહેલા મેથી એપ્રિલનું નાણાકીય વર્ષ હતું .

👉બંધારણ અને પરંપરા બંધારણમાં ' બજેટ ' શબ્દનો ઉલ્લેખ નથી બંધારણની કલમ 112 મુજબ સરકારે સંસદમાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવું પડે છે , જે સામાન્ય રીતે ' બજેટ ' તરીકે ઓળખાય છે . નાણાપ્રધાન ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરે છે .
👉1999 પહેલા સાંજે પ વાગે રજૂ થતું હતું .

🎯બજેટના વિવિધ આધાર🔰🔰
- રોકડ આધાર
તે અંદાજિત રોકડપ્રવાહ અને અંદાજિત ખર્ચ પ્રવાહના આધારે તૈયાર કરાય છે . તે એક્રુઅલ ધોરણે તૈયાર કરાતા કોર્પોરેટ હિસાબોથી અલગ છે .
- રદબાતલનો નિયમ
વર્ષના અંતે સંબંધિત મંત્રાલય દ્વારા ઉપયોગ ન થયેલું ભંડોળ ' રદબાદત ' થાય છે .
- અંદાજપત્રના વિભાગીય આધાર
બજેટ માટેનો એકમ એક વિભાગ છે
બજેટના દસ્તાવેજો
- વાર્ષિક નાણાકીય નિવેદન
- ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
- રિસિટ બજેટ
- ખર્ચ બજેટ વોલ્યુમ -1
- ખર્ચ બજેટ વોલ્યુમ -2
- ફાઇનાન્સ બિલ
- ફાઇનાન્સ બિલ સમજાવતુ મેમોરેન્ડમ
- બજેટની હાઇલાઇટ
- જાહેરાતોના અમલીકરણનો સ્ટેટસ
- ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત દસ્તાવેજો
- કી ટુ બજેટ દસ્તાવેજ
- બજેટ પ્રવચન
👉સરકારનું વાર્ષિક અંદાજપત્ર ( બજેટ ) ઘરેલુ બજેટથી બહુ અલગ નથી , ફક્ત તેમાં ચોક્કસ શબ્દપ્રયોગો પુષ્કળ જોવા મળે છે . પાંચ ભાગની શ્રેણીમાં ઇકોનોમિક ટાઇમ્સ વાચકોને મહેસૂલી ખાતાથી લઈને જેની ખૂબ ચર્ચા થાય છે તે રાજકોષીય ખાધ સુધીના મહત્ત્વના શબ્દો કે શબ્દસમૂહો અંગે સરળ સમજ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે . અહીં પ્રથમ ભાગમાં બજેટના પાયાના માળખાને સમજાવ્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ🔰

વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .

🎯🎯કોન્સોલિડેટેડ ફંડ🔰🔰
સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી આ મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ આ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ આ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . આ ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .

🎯🎯કન્ટિજન્સી ફંડ🔰🔰
તાકીદના

અથવા અણધાર્યા તમામ ખર્ચ આ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . આ ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯પબ્લિક એકાઉન્ટ🔰🔰
આ ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર આ ફંડ માટે એક બેન્કર તરીકે જ કાર્ય કરે છે .

🎯🎯રેવન્યુ રિસીટ / ખર્ચ🔰🔰
કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ આ ખાતા હેઠળ આવે છે .

🎯🎯કેપિટલ રિસીટ / ખર્ચ🔰🔰
કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ) પાછળ થતા ખર્ચને બતાવે છે .

🎯🎯રેવન્યુ વિરુદ્ધ કેપિટલ🔰🔰🔰
બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .

🎯🎯રેવન્યુ / કેપિટલ બજેટ🔰🔰
સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ (જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


BUDGET બજેટ 1

Yuvirajsinh Jadeja:
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
💰💰💰BUDGET બજેટ💶💶💶
💡🔦💡🔦💡🔦💡🔦💡🔦💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની

👉 બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?
👉બજેટની રજૂઆત
👉બજેટને મંજૂરી કેવી રીતે મળે છે
👉ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
👉પ્રથમ બજેટની રજૂઆત
👉બજેટના વિવિધ આધાર
👉કોન્સોલિડેટેડ ફંડ
👉કન્ટિજન્સી ફંડ
👉પબ્લિક એકાઉન્ટ
👉રેવન્યુ / કેપિટલ બજેટ

મિત્રો મારો પ્રયાસ હંમેશાં એવો જ રહ્યો છે કે હું એવી માહિતી આપ લોકોને મોકલું કે જે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ કલાસીસમાં તેમના વિશે નથી ચર્ચા કરવામાં આવતી કે નહીં કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ની બુક્સ પર નહીં મળતી...
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
👁‍🗨👉મિત્રો બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . આ ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

🎯બજેટ કોણ બનાવે છે❓❔❓

નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે.
નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે.

🎯બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?

👁‍🗨બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા દળોને એક પરિપત્ર જારી કરે છે .

👁‍🗨મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .

👁‍🗨જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ કરતાં પહેલાં વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવે છે . આની સાથે સાથે આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો , બિઝનેસ , એફઆઇઆઇ , અર્થશાસ્ત્રીઓ , સામાજિક સંગઠનો જેવા પક્ષકારોના અભિપ્રાય મેળવીને તેની વિચારણા કરે છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯બજેટની રજૂઆત🔰🔰🔰

👁‍🗨સરકારે સૂચવેલી તારીખ સાથે સ્પીકર સંમત થાય તે પછી લોકસભા સચિવાલયના સેક્રેટરી જનરલ રાષ્ટ્રપતિની મંજૂરી માગે છે .

બજેટ રજૂ થવાનું હોય તે દિવસની સવારે સરકાર નાણા મંત્રાલય અને વડાપ્રધાન દ્વારા મંજૂર કરેલી ' સમરી ફોર ધી પ્રેસિડન્ટ ' મારફત સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે .
નાણાપ્રધાન બજેટ રજૂ કરતા પહેલા ' સમરી ફોર કેબિનેટ ' મારફત બજેટ દરખાસ્તો અંગે કેબિનેટને માહિતી આપે છે .
👁‍🗨નાણાપ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરે છે , જેમાં મુુખ્ય અંદાજ અને દરખાસ્તોની રૂપરેખા હોય છે .

👁‍🗨નાણાપ્રધાનના બજેટ પ્રવચનના બે ભાગ હોય છે . ભાગ - એમાં દેશનો સામાન્ય આર્થિક સરવે અને નીતિવિષયક નિવેદનો હોય છે . ભાગ - બીમાં ટેક્સની દરખાસ્તો હોય છે .

👁‍🗨નાણાપ્રધાનના પ્રવચન પછી રાજ્યસભામાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવામાં આવે છે . બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તે દિવસે કોઇ ચર્ચા થતી નથી .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


અર્થવ્યવસ્થા --- અર્થતંત્ર

Yuvirajsinh Jadeja:
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
👁‍🗨👁‍🗨અર્થવ્યવસ્થા --- અર્થતંત્ર👁‍🗨👁‍🗨
🔰🎯🔰🎯🔰🎯🔰🎯♻️🎯🔰🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✍મિત્રો અર્થવ્યવસ્થા મારો રસનો વિષય છે..અને કોઈ પણ પરીક્ષા મા અર્થવ્યવસ્થાને લગતા સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે અને પૂછાતાં પણ રહશે.
મોટા ભાગે અર્થવ્યવસ્થા અને અર્થતંત્રના પ્રશ્નો વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીને પૂછાતાં રહ્યા છે....

જી.પી.એસ.સી. મુખ્ય પરીક્ષા મા પણ આ ટોપિક છે. તો આજે આના 2 મુદ્દા ને સમજવાની કોશિશ કરીએ...

👁‍🗨2 દિવસ પહેલાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રેડીટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.
🎯🎯👁‍🗨રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો..

👁‍🗨👉ત્યારે સ્વાભાવીક બને છે કે આ મહત્વનાં મુદ્દા ને ધ્યાનમાં રાખી ઘણા પ્રશ્નો પૂછાવાની સંભાવના રહે છે..
કયારેય એવું ન પૂછાય કે ક્રેડીટ પોલીસી શું છે? કોણ રજૂ કરે.....

👉આ રીતના પ્રશ્નો પૂછવાની સંભાવના વધુ રહે👇
👉રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે ?
👉રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કે ઘટાડો થવાથી અર્થતંત્રમાં શું ફેરફાર આવે છે.
👉કેશ રિઝર્વ રેશિયો (CRR) એટલે શું ?
👉ફુગાવો એટલે શું?
👉મોંઘવારી એટલે શું તેના કારણોની ચર્ચા કરો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰♻️બીજો મહત્વનો ટોપિક છે 
🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની

👉 બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?
👉બજેટની રજૂઆત
👉બજેટને મંજૂરી કેવી રીતે મળે છે
👉ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
👉પ્રથમ બજેટની રજૂઆત
👉બજેટના વિવિધ આધાર
👉કોન્સોલિડેટેડ ફંડ
👉કન્ટિજન્સી ફંડ
👉પબ્લિક એકાઉન્ટ
👉રેવન્યુ / કેપિટલ બજેટ

મિત્રો મારો પ્રયાસ હંમેશાં એવો જ રહ્યો છે કે હું એવી માહિતી આપ લોકોને મોકલું કે જે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ કલાસીસમાં તેમના વિશે નથી ચર્ચા કરવામાં આવતી કે નહીં કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ની બુક્સ પર નહીં મળતી...

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


Sunday 30 July 2017

ભારતીય રાજનીતિ અને અર્થવ્યવસ્થા BY અનામિકા એકેડેમી

મિત્રો અહી અમે આપના માટે ભારતીય રાજનીતિ અને અર્થવ્યવસ્થા વિશેની ખુબ જ અગત્યની ફાઈલ મૂકી રહ્યા છીએ જે ડાઉનલોડ કરો

ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

રાજ્ય અને કેન્દ્ર સરકાર ની યોજનાઓ

મિત્રો અમે અહી આપના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશેની માહિતી મૂકી રહ્યા છીએ જો આપને પસંદ આવે તો ચોક્કસ આપના મિત્રો ને અમારી એપ્લીકેશન શેર કરો

ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

ગુજરાતની યોજના પાર્ટ ૨

મિત્રો અમે અહી આપના માટે ગુજરાતની યોજનાઓ પાર્ટ ૨ મૂકી રહ્યા છીએ જે આપના માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો


ગુજરાતની યોજના પાર્ટ - ૧

ગુજરાતની યોજના વિષે ખુબ જ અગત્યના પ્રશ્નો એ પરીક્ષામાં પુછાતા હોય છે જે અમે અહી આપને બધી યોજના વિષે ની માહિતી મૂકી ને આપને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો