Saturday 5 August 2017

BUDGET બજેટ 1

Yuvirajsinh Jadeja:
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
💰💰💰BUDGET બજેટ💶💶💶
💡🔦💡🔦💡🔦💡🔦💡🔦💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની

👉 બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?
👉બજેટની રજૂઆત
👉બજેટને મંજૂરી કેવી રીતે મળે છે
👉ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
👉પ્રથમ બજેટની રજૂઆત
👉બજેટના વિવિધ આધાર
👉કોન્સોલિડેટેડ ફંડ
👉કન્ટિજન્સી ફંડ
👉પબ્લિક એકાઉન્ટ
👉રેવન્યુ / કેપિટલ બજેટ

મિત્રો મારો પ્રયાસ હંમેશાં એવો જ રહ્યો છે કે હું એવી માહિતી આપ લોકોને મોકલું કે જે સામાન્ય રીતે કોઈ પ્રાઇવેટ કલાસીસમાં તેમના વિશે નથી ચર્ચા કરવામાં આવતી કે નહીં કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન ની બુક્સ પર નહીં મળતી...
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
👁‍🗨👉મિત્રો બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . આ ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

🎯બજેટ કોણ બનાવે છે❓❔❓

નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે.
નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે.

🎯બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?

👁‍🗨બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા દળોને એક પરિપત્ર જારી કરે છે .

👁‍🗨મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .

👁‍🗨જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ કરતાં પહેલાં વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવે છે . આની સાથે સાથે આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો , બિઝનેસ , એફઆઇઆઇ , અર્થશાસ્ત્રીઓ , સામાજિક સંગઠનો જેવા પક્ષકારોના અભિપ્રાય મેળવીને તેની વિચારણા કરે છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯બજેટની રજૂઆત🔰🔰🔰

👁‍🗨સરકારે સૂચવેલી તારીખ સાથે સ્પીકર સંમત થાય તે પછી લોકસભા સચિવાલયના સેક્રેટરી જનરલ રાષ્ટ્રપતિની મંજૂરી માગે છે .

બજેટ રજૂ થવાનું હોય તે દિવસની સવારે સરકાર નાણા મંત્રાલય અને વડાપ્રધાન દ્વારા મંજૂર કરેલી ' સમરી ફોર ધી પ્રેસિડન્ટ ' મારફત સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે .
નાણાપ્રધાન બજેટ રજૂ કરતા પહેલા ' સમરી ફોર કેબિનેટ ' મારફત બજેટ દરખાસ્તો અંગે કેબિનેટને માહિતી આપે છે .
👁‍🗨નાણાપ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરે છે , જેમાં મુુખ્ય અંદાજ અને દરખાસ્તોની રૂપરેખા હોય છે .

👁‍🗨નાણાપ્રધાનના બજેટ પ્રવચનના બે ભાગ હોય છે . ભાગ - એમાં દેશનો સામાન્ય આર્થિક સરવે અને નીતિવિષયક નિવેદનો હોય છે . ભાગ - બીમાં ટેક્સની દરખાસ્તો હોય છે .

👁‍🗨નાણાપ્રધાનના પ્રવચન પછી રાજ્યસભામાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવામાં આવે છે . બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તે દિવસે કોઇ ચર્ચા થતી નથી .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏