Saturday 5 August 2017

BUDGET બજેટ 2

Yuvirajsinh Jadeja:
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
💰💰💰BUDGET બજેટ💶💶💶
💡🔦💡🔦💡🔦💡🔦💡🔦💡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2)
🎯BUDGET બજેટ
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

👉તો આજે ચર્ચા કરીશ મારા શબ્દો માં બજેટની સામાન્ય વાતોની ..બજેટ પ્રોસેસની
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯બજેટને મંજૂરી કેવી રીતે મળે છે🔰🔰
👉♦️બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .

🔘🔘🔘સામાન્ય ચર્ચા
બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .

સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ' લેખાનુદાન ' મેળવવામાં આવે છે .

ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .

🔘🔘વિગતવાર ચર્ચા🔰
આ વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે .
ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ આ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .
કોઇ પણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે

🎯ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ🔰🔰
1. ઇકોનોમી કટ
2. ટોકન કટ

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .
👉આ બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ.
👉ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯7 એપ્રિલ , 1860 - પ્રથમ બજેટની રજૂઆત👁‍🗨👁‍🗨👇👇

👉ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનો વહીવટ બ્રિટિશ રાજાને સોંપ્યાના બે વર્ષ બાદ પ્રથમ ભારતીય ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને આ બજેટ રજૂ કર્યું હતું .
🇮🇳🇮🇳આઝાદી બાદ
વચગાળાની સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48 માટેનું બજેટ રજૂ કર્યું હતું . આર કે શણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર , 1947 એ આઝાદ ભારતનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કર્યું હતું . ભારતમાં 1867 થી એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષનો અમલ , તે પહેલા મેથી એપ્રિલનું નાણાકીય વર્ષ હતું .

👉બંધારણ અને પરંપરા બંધારણમાં ' બજેટ ' શબ્દનો ઉલ્લેખ નથી બંધારણની કલમ 112 મુજબ સરકારે સંસદમાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવું પડે છે , જે સામાન્ય રીતે ' બજેટ ' તરીકે ઓળખાય છે . નાણાપ્રધાન ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરે છે .
👉1999 પહેલા સાંજે પ વાગે રજૂ થતું હતું .

🎯બજેટના વિવિધ આધાર🔰🔰
- રોકડ આધાર
તે અંદાજિત રોકડપ્રવાહ અને અંદાજિત ખર્ચ પ્રવાહના આધારે તૈયાર કરાય છે . તે એક્રુઅલ ધોરણે તૈયાર કરાતા કોર્પોરેટ હિસાબોથી અલગ છે .
- રદબાતલનો નિયમ
વર્ષના અંતે સંબંધિત મંત્રાલય દ્વારા ઉપયોગ ન થયેલું ભંડોળ ' રદબાદત ' થાય છે .
- અંદાજપત્રના વિભાગીય આધાર
બજેટ માટેનો એકમ એક વિભાગ છે
બજેટના દસ્તાવેજો
- વાર્ષિક નાણાકીય નિવેદન
- ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
- રિસિટ બજેટ
- ખર્ચ બજેટ વોલ્યુમ -1
- ખર્ચ બજેટ વોલ્યુમ -2
- ફાઇનાન્સ બિલ
- ફાઇનાન્સ બિલ સમજાવતુ મેમોરેન્ડમ
- બજેટની હાઇલાઇટ
- જાહેરાતોના અમલીકરણનો સ્ટેટસ
- ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત દસ્તાવેજો
- કી ટુ બજેટ દસ્તાવેજ
- બજેટ પ્રવચન
👉સરકારનું વાર્ષિક અંદાજપત્ર ( બજેટ ) ઘરેલુ બજેટથી બહુ અલગ નથી , ફક્ત તેમાં ચોક્કસ શબ્દપ્રયોગો પુષ્કળ જોવા મળે છે . પાંચ ભાગની શ્રેણીમાં ઇકોનોમિક ટાઇમ્સ વાચકોને મહેસૂલી ખાતાથી લઈને જેની ખૂબ ચર્ચા થાય છે તે રાજકોષીય ખાધ સુધીના મહત્ત્વના શબ્દો કે શબ્દસમૂહો અંગે સરળ સમજ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે . અહીં પ્રથમ ભાગમાં બજેટના પાયાના માળખાને સમજાવ્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ🔰

વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .

🎯🎯કોન્સોલિડેટેડ ફંડ🔰🔰
સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી આ મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ આ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ આ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . આ ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .

🎯🎯કન્ટિજન્સી ફંડ🔰🔰
તાકીદના

અથવા અણધાર્યા તમામ ખર્ચ આ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . આ ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯પબ્લિક એકાઉન્ટ🔰🔰
આ ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર આ ફંડ માટે એક બેન્કર તરીકે જ કાર્ય કરે છે .

🎯🎯રેવન્યુ રિસીટ / ખર્ચ🔰🔰
કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ આ ખાતા હેઠળ આવે છે .

🎯🎯કેપિટલ રિસીટ / ખર્ચ🔰🔰
કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ) પાછળ થતા ખર્ચને બતાવે છે .

🎯🎯રેવન્યુ વિરુદ્ધ કેપિટલ🔰🔰🔰
બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .

🎯🎯રેવન્યુ / કેપિટલ બજેટ🔰🔰
સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ (જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏